santo! ame re wahewariya - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સંતો! અમે રે વહેવારિયા

santo! ame re wahewariya

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
સંતો! અમે રે વહેવારિયા
નરસિંહ મહેતા

સંતો! અમે રે વહેવારિયા રામનામનાં;

વેપારી આવે છે બધાં ગામગામનાં. સં૦

અમારું વસાણું સાધુ સહુ કોને ભાવે,

અઢારે વરણ જેને વહોરવાને આવે. સં૦

લાખ..કરોડે લેખાં નહિ,

ને પાર વિનાની પૂંજી;

વહોરવું હોય તો વહોરી લેજો,

કસ્તુરી છે સોંઘી. સં૦

આવરો ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ;

ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા, નરસૈંયાનું કામ. સં૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997