upaDi ganthDi wethni re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઉપાડી ગાંઠડી વેઠની રે

upaDi ganthDi wethni re

મીરાંબાઈ મીરાંબાઈ
ઉપાડી ગાંઠડી વેઠની રે
મીરાંબાઈ

ઉપાડી ગાંઠડી વેઠની રે, કેમ નાખી દેવાય?

છે રણછોડરાય શેઠની રે,

કેમ નાખી દેવાય?

ઊની ઊની રેતીમાં પગ તપે છે,

લૂ વાય છે જેઠની રે ,

કેમ નાખી દેવાય?

બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર,

લેહ લાગી છે મને ઠેઠની રે,

કેમ નાખી દેવાય?

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997