સખી! સાંભળ-ને કહું વાતડી : આજ અનુપમ દહાડો દીઠો રે;
મારા ગુરુજીએ શબ્દ સુણાવિયો, ઈ તો સાંભળતાં લાગે મીઠો રે. ૧
સખી! ભાંગી દલડાની ભ્રાંતડી, પરમાતમા જોવા સરખા રે;
મેં તો નેણે નિરખ્યા નાથને, મારી મટી ગઈ અંતર-તરસા રે. ૨
સખી! શું રે કરીએ અમે સાધના? મારી સુરતામાં હરિ સંધાણા રે;
સભી જોઉં ત્યારે દીસે પાસમાં, મારે વચને વાલોજી બંધાણા રે. ૩
સખી! ઊંચું જોઉં તો આસમાનમાં, હેરીને દોઉં તો હેઠા રે;
સખી સૂઈને દોઉં તો ઝળકે સેજમાં, શૂનમાં નિરખું તો તખતે બેઠા રે. ૪
સખી! પરણી પિયુજીને પ્રીછવે, કુંવારી કંથમાં સું જાણે રે?
કુંવારી રમે ઢીંગલે-પોતિયે, ઈ તો મેરમને શું માણે રે? ૫
સખી! મરજાદા મેલી મળ્યા, એની છત રહેવે નહિ છાની રે;
સખી! ભાણ-પ્રતાપે બોલિયા, હું તો મેરમને મન માની રે. ૬
sakhi! sambhal ne kahun watDi ha aaj anupam dahaDo ditho re;
mara gurujiye shabd sunawiyo, i to sambhaltan lage mitho re 1
sakhi! bhangi dalDani bhrantDi, parmatma jowa sarkha re;
mein to nene nirakhya nathne, mari mati gai antar tarsa re 2
sakhi! shun re kariye ame sadhana? mari surtaman hari sandhana re;
sabhi joun tyare dise pasman, mare wachne waloji bandhana re 3
sakhi! unchun joun to asmanman, herine doun to hetha re;
sakhi suine doun to jhalke sejman, shunman nirakhun to takhte betha re 4
sakhi! parni piyujine prichhwe, kunwari kanthman sun jane re?
kunwari rame Dhingle potiye, i to meramne shun mane re? 5
sakhi! marjada meli malya, eni chhat rahewe nahi chhani re;
sakhi! bhan prtape boliya, hun to meramne man mani re 6

સ્રોત
- પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 87)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
- પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
- વર્ષ : 2002