રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે, હંસા! ડોલવાને લાગી રે,
પડી ગયા દાંત માંયલી રેખું તો રહ્યું.
તારે ને મારે હંસા! પ્રીત્યું બંધાણી રે,
ઊડી ગયો હંસ, પીંજર પડી તો રહ્યું.
બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં.
junun to thayun re, dewal junun to thayun,
maro hanslo nano ne dewal junun to thayun
a re kaya re, hansa! Dolwane lagi re,
paDi gaya dant manyli rekhun to rahyun
tare ne mare hansa! prityun bandhani re,
uDi gayo hans, pinjar paDi to rahyun
bai miranke prabhu giridhar nagar,
premno pyalo tamne paun ne piun
junun to thayun re, dewal junun to thayun,
maro hanslo nano ne dewal junun to thayun
a re kaya re, hansa! Dolwane lagi re,
paDi gaya dant manyli rekhun to rahyun
tare ne mare hansa! prityun bandhani re,
uDi gayo hans, pinjar paDi to rahyun
bai miranke prabhu giridhar nagar,
premno pyalo tamne paun ne piun
સ્રોત
- પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997