રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબોલ મા, બોલ મા, બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા.
સાકર-શેલડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે. રાધા.
ચાંદા-સૂરજનું તેજ તજીને, આગિયા સંગાથે પ્રીત જોડ મા રે. રાધા.
હીરા-માણેક-ઝવેર તજીને, કથીર સંગાથે મણિ તોળ મા રે. રાધા.
મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, શરીર આપ્યું સમતોલમાં રે. રાધા.
bol ma, bol ma, bol ma re, radhakrishn wina bijun bol ma
sakar shelDino swad tajine, kaDwo te limDo ghol ma re radha
chanda surajanun tej tajine, agiya sangathe preet joD ma re radha
hira manek jhawer tajine, kathir sangathe mani tol ma re radha
miranke prabhu giridhar nagar, sharir apyun samtolman re radha

સ્રોત
- પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 76)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997