bansiwala, aajo more desh! - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બંસીવાલા, આજો મોરે દેશ!

bansiwala, aajo more desh!

મીરાંબાઈ મીરાંબાઈ
બંસીવાલા, આજો મોરે દેશ!
મીરાંબાઈ

બંસીવાલા, આજો મોરે દેશ! તારી શામળી સૂરત હ્રદ વેશ. બંસીવાલા.

આવન આવન કહ ગયે, કર ગયે કોલ અનેક ;

ગણતાં ગણતાં ઘસ ગઈ જીભા, હારી આંગળીઓની રેખ, બંસીવાલા.

એક બન ઢૂંઢી, સકલ બન ઢૂંઢી, ઢૂંઢ્યો સારો દેશ;

તોરે કારણ જોગન હોઉંગી, કરુંગી ભગવો વેશ. બંસીવાલા.

કાગદ નહિ મારે સાહી નાહિ, કલમ નાહિ લવલેશ;

પંખીનો પરવેશ નાહિ, કિન સંગ લખું સંદેશ? બંસીવાલા.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997