રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકામણ દીસે છે અલબેલા! તારી આંખમાં રે!
ભોળું ભાખ મા રે! કામણ દીસે છે અલબેલા!
મંદ હસીને ચિત્તડું ચોર્યું, કુટિલ કટાક્ષે કાળજ કોર્યું;
અદપડિયાળી આંખે ઝીણું ઝાંખ મા રે, ભોળું ભાખ. કામણ.૦
નખશિખરૂપ ઘણું રઢિયાળું, લટકું સઘળું કામણગારું;
છાનાં ખંજન રાખે પંકજ પાંખમાં રે, ભોળું ભાખ. કામણ.૦
વ્હાલભરી રસવરણી વાણી, તારુણીનું મન લે છે તાણી;
ભ્રકુટીમાં મટંકાવી ભૂરકી નાખ મા રે, ભોળું ભાખ. કામણ.૦
દયાપ્રીતમ નીરખ્યે જે થાયે તે મેં મુખડે નવ કહેવાયે;
આ વિનતી આતુરતા આવડું સાંખ મા રે, ભોળું ભાખ.કામણ૦
kaman dise chhe albela! tari ankhman re!
bholun bhakh ma re! kaman dise chhe albela!
mand hasine chittaDun choryun, kutil katakshe kalaj koryun;
adapaDiyali ankhe jhinun jhankh ma re, bholun bhakh kaman 0
nakhashikhrup ghanun raDhiyalun, latakun saghalun kamangarun;
chhanan khanjan rakhe pankaj pankhman re, bholun bhakh kaman 0
whalabhri rasawarni wani, taruninun man le chhe tani;
bhrakutiman matankawi bhuraki nakh ma re, bholun bhakh kaman 0
dayapritam nirakhye je thaye te mein mukhDe naw kahewaye;
a winti aturta awaDun sankh ma re, bholun bhakh kaman0

સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : ધીરુ પારેખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010