kyare malshe kahan - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યારે મળશે કહાન

kyare malshe kahan

મીરાંબાઈ મીરાંબાઈ
ક્યારે મળશે કહાન
મીરાંબાઈ

ક્યારે મળશે કહાન, જોશીડા! જોશ જુઓ-ને.

દેહ તો, વહાલા! દુર્બળ થઈ છે, જેવાં પાકેલાં પાન. જોશીડા.

સુખ તો વહાલા! સરસવ જેટલું, દુઃખ તો દરિયા સમાન. જોશીડા.

સેજલડી વહાલા સૂની રે લાગે, રજની યુગ સમાન. જોશીડા.

બાઈ મીરાંકે પ્રભુ ગિરિધર નાગર, તોરાં ચરણમેં ધ્યાન. જોશીડા.

સ્રોત

  • પુસ્તક : મીરાંનાં શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997