aawjo tame ho pyara - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આવજો તમે હો પ્યારા

aawjo tame ho pyara

અર્જુન ભગત અર્જુન ભગત
આવજો તમે હો પ્યારા
અર્જુન ભગત

આવજો તમે હો પ્યારા, આવજો તમે!

પ્રેમપત્રી વાંચી વ્હેલા આવજો તમે! ટેક.

સ્વસ્તિ શ્રી સ્વર્ગકાળ ગામ ગગને,

પ્રાણનાથ પ્યારી લખે વાંચો શુભ સમે. પ્રેમપત્રીo

આવ્યો વસંત માસ નારી જારી બહુ રમે,

તે દેખીને શ્યામ મારી ઈંદ્રિ દેહ દમે. પ્રેમપત્રીo

ચંદ્ર ને ચકોર જેમ ચિત મારૂં ભમે,

પ્રભુ માપી પાંખ, ઉડી આવતે અમે. પ્રેમપત્રીo

વાર લગાડો વાલા સૂર્ય આથમે,

એક પલક કલપ સમી કહાડું હું ક્યમે. પ્રેમપત્રીo

સ્વામી વિનતી સુણજો, નારી ચરણમાં નમે,

હીરા મોતી હાર આપું તમને જે ગમે. પ્રેમપત્રી૦

આપના વિજોગે નારી અન્ન નહિ જમે,

આજથી અરજુન આવો દિન પાંચમે! પ્રેમપત્રીo

સ્રોત

  • પુસ્તક : અરજુન વાણી (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : અરજુન ભગત
  • પ્રકાશક : મહાદેવ હરિભાઈ દેસાઈ
  • વર્ષ : 1921