રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસમજણ વિના રે સુખ નહીં જંતને, વસ્તુગતિ કેમ કરી ઓળખાય?
આપમાં વસે છે રે આપનો આત્મા રે, તેણે કાંઈ જીવપણું ન જાય… સમજણ૦
રવિ રવિ કરતાં રે રજની નહિ મટે રે, અંધારું તો ઊગ્યા પૂંઠે જાય,
હૃદે રવિ ઊગે રે નિજ ગુરુ જ્ઞાનને રે, થનાર હોય તે સહેજે થાય... સમજણ૦
જળ જળ કરતાં રે તૃષ્ણા ન ટળે રે, ભોજન કહેતાં ન ભાગે ભૂખ,
પ્રેમરસ પીતાં રે તૃષ્ણા તુરત ટળે રે, એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ... સમજણ૦
પારસમણિ વિના રે જે પથરા મળે રે, તેણે કાંઈ કાંચન લોહ ન થાય,
સમજણ વિના રે જે સાધન કરે રે, તેણે કાંઈ જીવપણું નવ જાય... સમજણ૦
દસ મણ અગ્નિ રે લખીએ કાગળે ર, એણે લઈ રૂમાં જો અલપાય,
એની અગ્નિથી રૂ નથી દાઝતું રે, રતિ એક સાચે પ્રલય થાય... સમજણ૦
જીવપણું મટે રે અનહદ ચિંતવ્યે રે, એ તો વાણી રહિત છે રે વિચાર,
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં શમ્યા રે, કહે ‘અખો’ ઊતર્યો પેલે પાર... સમજણ૦
samjan wina re sukh nahin jantne, wastugati kem kari olkhay?
apman wase chhe re aapno aatma re, tene kani jiwapanun na jay… samjan0
rawi rawi kartan re rajni nahi mate re, andharun to ugya punthe jay,
hride rawi uge re nij guru gyanne re, thanar hoy te saheje thay samjan0
jal jal kartan re trishna na tale re, bhojan kahetan na bhage bhookh,
premaras pitan re trishna turat tale re, em mahagyanio bole chhe mukh samjan0
parasamani wina re je pathra male re, tene kani kanchan loh na thay,
samjan wina re je sadhan kare re, tene kani jiwapanun naw jay samjan0
das man agni re lakhiye kagle ra, ene lai ruman jo alpay,
eni agnithi ru nathi dajhatun re, rati ek sache prlay thay samjan0
jiwapanun mate re anhad chintawye re, e to wani rahit chhe re wichar,
je je nar samajya re te to tyan shamya re, kahe ‘akho’ utaryo pele par samjan0

સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ’ (પૃષ્ઠ ક્રમાંક 24)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય અમદાવાદ
- વર્ષ : 1946