ઓધવ! કહેજો રે વહાલાજીને વીનતી રે
odhav! kahejo re vahaalaajiine viintii re
નરસિંહ મહેતા
Narsinh Mehta
ઓધવ! કહેજો રે વહાલાજીને વીનતી રે
odhav! kahejo re vahaalaajiine viintii re
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
‘ઓધવ! કહેજો રે વહાલાજીને વીનતી રે : અમ અબળાને કેનો આધાર?
વીર રે મારા! હરિના જન છો રે, છો જી સાધુ મધ્યે તમો સાર. ઓ૦
વિખડાં પાઈને વહાલોજી શે ન ગયા રે? દુખડાં દેખાડ્યાં દીનદયાળ!
જીવે તેને રે જોવા આવજો રે, કે મૂઆ પછે લેજો સંભાળ! ઓ૦
દુખના ડુંગર રે મસ્તક માહરે રે, કે હરિ વિના હોળી હૈડા માંહ્ય,
વ્રેહના ભડકા રે, ઓધવ! જો બળે રે, બળવંત! આવીને ઝાલો બાંહ્ય.' ઓ૦
સાધુને વોળાવી વનિતા પાછી વળી રે, ઓધવજી આવ્યા હરિની પાસ;
ગોપીઓની વીનતી કેશવ પ્રત્યે કહી રે, નરસૈંયાના સ્વામીએ પૂરી આશા. ઓ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
