ઓ ઉદ્ધવજી! વ્હાલે તો વિસારી અમને મેલ્યાં
o uddharjii! vhaale to visaarii amne melyaan
દયારામ
Dayaram
ઓ ઉદ્ધવજી! વ્હાલે તો વિસારી અમને મેલ્યાં
o uddharjii! vhaale to visaarii amne melyaan
દયારામ
Dayaram
દયારામ
Dayaram
ઓ ઉદ્ધવજી! વ્હાલે તો વિસારી અમને મેલ્યાં!
અમો શું કહીએ? રાસ રમાડી તેડીને તરછોડ્યાં!
પહેલવહેલી પ્રીત અમશું કીધી, મોરલીમાં એણે વશ કરી લીધી,
ગોપી સૌને વિહ્વળ કરી દીધી. ઓ૦
પ્રીતલડી તો કરતાં પહેલી, પ્રભુ દેખીને થઈ છું ઘેલી,
મળો મોહન! અમને મન મેલી. ઓ૦
એણે હૈડાના તો હાર લીધા, કાનુડે તો કામણ કીધાં.
ઘેરઘેર દહીંમાખણ પીધાં. ઓ૦
એ કાનુડો કામણગારો, એની આંખડલીનો છે ચાળો,
પ્રીતિવંત શું પ્રીતિથી નિહાળો. ઓ૦
પેલી કુબજા તો કામણગારી, તેની સાથે લાગી બહુ તાળી,
એણે વશ કીધા છે વનમાળી. ઓ૦
અમે શામળિયાની સંગે રમતાં, વ્રજવનવનમાં પૂંઠળ ભમતાં,
અમો ભેળાં બેસીને ભોજન જમતાં. ઓ૦
મથુરામાં જઈ એણે કંસ રોળ્યો, એક આંગળીએ ગોવર્ધન તોળ્યો,
સત્યવાચી અન્યોક્તિ બોલ્યો. ઓ૦
દયારામના સ્વામીને કહેજો, મથુરા મૂકી દઈ ગોકુલ રહેજો.
સૌ ગોપિકાને દર્શન દેજો. ઓ૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 59)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
