mohole padhaaro maahaaraa raaj, maaniigar mohole padhaaro - Pad | RekhtaGujarati

મોહોલે પધારો માહારા રાજ, માણીગર મોહોલે પધારો

mohole padhaaro maahaaraa raaj, maaniigar mohole padhaaro

દયારામ દયારામ
મોહોલે પધારો માહારા રાજ, માણીગર મોહોલે પધારો
દયારામ

મોહોલે પધારો માહારા રાજ, માણીગર મોહોલે પધારો;

વાહાલ વધારો વ્રજરાજ, માણીગર મોહોલે પધારો. ટેક.

કરી રાખી છે એકઠી, ઘણા દિવસની ગોઠ;

રાજ મળે તો કીજીયે, આવી રહી છે માહારી હોઠ. માણીગર૦

હું પણ દાસી રાવલી, બાંહ્યગ્રહ્યાની લાજ;

જોબન લ્હેરે જાય છે, માણોને માહારા રાજ. માણીગર૦

હું સરખી બહુ આપને, માહારે તો એક આપ;

રેહેવાતું નથી રાજવણ, કોને કહું પરિતાપ. માણીગર૦

સેજ સમારી પુલડે, આનંદ ઉર સમાય;

પ્રાણજીવન ત્યાંહાં પોહોડશો, હું તો તળાંશીશ પાય. માણીગર૦

કપ્રીતમ દાસ દયાતણા, શ્રી વ્રજરાજ કુમાર;

ઘણા દિવસની હોંસ છે, પૂરો પ્રાણઆધાર. માણીગર૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995