રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસંત મળે સાચા રે, અગમની તે ખબર કરે;
ભાવે ભેટું તેને રે, સરવે મારું કાજ સરે. -સંત૦
ઊલટી સરિતા પડે ગગન પર, વિના વાદળ વરસાય,
વિના આભ વીજળી ચમકે, ગેબી ગરજના થાય;
ધીરે ધીરે વરસે રે, વરસીને અમર ભરે. -સંત૦
તેતરડે સિંચાણો પકડ્યો, શશે સપડાવ્યો સિંહુ,
કાયર ખડગ કહાડીને દોડ્યો, ત્યારે શૂરે પાડી ચીહું;
મંજારી ચૂવે મારી રે, રૈયતશું રાજા ડરે. -સંત૦
વિના વાજિંત્રી વાજાં વાજે, વિના કંઠ હોય ગાન,
દો કર વિના તાળી વાજે રે, તોલ વિના જડે માન;
વિના વાડી પુષ્પ ઝરે, પદ્મ ઉપર ભ્રમર ફરે. -સંત૦
વિદેહની વારતા મરજીવા, માની માની હરખાય,
ગુરુગમવાળા સંત મળે તો, તેને લળી લળી લાગું પાય;
દાસ ધીરો કહે છે રે, ત્યારે તો મારું મનડું ઠરે. -સંત૦
sant male sacha re, agamni te khabar kare;
bhawe bhetun tene re, sarwe marun kaj sare sant0
ulti sarita paDe gagan par, wina wadal warsay,
wina aabh wijli chamke, gebi garajna thay;
dhire dhire warse re, warsine amar bhare sant0
tetarDe sinchano pakaDyo, shashe sapDawyo sinhu,
kayar khaDag kahaDine doDyo, tyare shure paDi chihun;
manjari chuwe mari re, raiyatashun raja Dare sant0
wina wajintri wajan waje, wina kanth hoy gan,
do kar wina tali waje re, tol wina jaDe man;
wina waDi pushp jhare, padm upar bhramar phare sant0
widehni warta marjiwa, mani mani harkhay,
gurugamwala sant male to, tene lali lali lagun pay;
das dhiro kahe chhe re, tyare to marun manaDun thare sant0

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-૧ (પૃષ્ઠ ક્રમાંક 201)
- સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981