આવોને મંદિરિયે
aavone mandiriye
વસ્તો વિશ્વંભર
Vasto Vishwambhar
ગોપી :
આવોને મંદિરીએ મહારે
મોહન મહી વલોવા રે,
મહીને મસે હુ બોલાવુ,
ખાંત્ય ઘણી છે જોવા રે.
માહારૂ ગોરસ મીઠું મોહંન,
હુ મૈહ્યારી ભોલ્લી રે,
ભાવે એટલું પીજ્યો વાહાલા,
સોપુ સરવે ગોલ્લી રે.
માહારૂ છે તે છે તમાહારૂ,
રખે અંતર રાખો રે,
પ્રીત્ય કરી પાતલ્લીયા વાહાલા,
ગોરસ માહારૂ ચાખો રે.
પ્રભાત્ય થાતા પેહેલા આવો,
રખે અસુર કરતા રે.
વસ્તા વીસ્યંભર એક હી સ્વયંભર
હેત હૈયામાં ધરતા રે.
(‘મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા’માંથી)
સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 118)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1998