madhraate mohanjiiae vahaale vaansaldi ruudii vaaii re - Pad | RekhtaGujarati

મધરાતે મોહનજીએ વહાલે વાંસલડી રૂડી વાઈ રે

madhraate mohanjiiae vahaale vaansaldi ruudii vaaii re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
મધરાતે મોહનજીએ વહાલે વાંસલડી રૂડી વાઈ રે
નરસિંહ મહેતા

મધરાતે મોહનજીએ વહાલે વાંસલડી રૂડી વાઈ રે;

કામિની કામઘેલી થઈને વૃંદાવન ભણી ધાઈ રે.

સાસુ-નણંદખની લાજ તજીને આભૂષણ અંગે સજિયાં;

રયણી રાસ રમવાને કારણ જઈ જદુપતિને ભજિયા રે.

નેપૂરિયાં કાને રે, કાનનાં કુંડળ પહેર્યા પાય;

સેંથે ટીલી ને ટીલીએ સેંથો, અદ્દભુત શોભા થાય.

કર-શું કર ને નેણ નેણ-શું, રમે સુંદરવર ને શ્યામા રે,

કુચ-શું કુચ, અધર અધર-શું, તાલી-શું દે તાલી રે.

સુંદર રાત શ૨૬પૂનમની, સુંદર આસો માસ;

નરસૈંના સ્વામી-સંગ રમતાં રજની થઈ ખટ માસ.

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994