maaro naath na bole bol, abole mariiye re - Pad | RekhtaGujarati

મારો નાથ ન બોલે બોલ, અબોલે મરીએ રે

maaro naath na bole bol, abole mariiye re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
મારો નાથ ન બોલે બોલ, અબોલે મરીએ રે
નરસિંહ મહેતા

મારો નાથ ન બોલે બોલ, અબોલે મરીએ રે;

હું કેમ કરી વેઠું વિજોગ? હવે શું કરીએ રે? મા૦

સાંભળ, સહિયર! વીનતી, આ દુઃખ ક્યમ સહેવાયે રે?

મેલી ગયા મુને માવજી, મારો જન્મારો ક્યમ જાયે રે? મા૦

શેરડીએ સામો મળે તો વાટ મરોડી જાયે રે;

ઊંચું જોઉં ત્યારે નીચું જુએ, મુને વડી વિમાસણ થાયે રે. મા૦

મોર-મુગટ, પીતાંબર સોહે, કુંડળ ઝળકે કાન રે;

નરસૈંયાનો સ્વામી મળ્યો રે, વહાલે વાળ્યાં અમારાં વહાણ રે. મા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994