માણીગર આવો, મ્હારે મોહોલે
maanigar aavo, mhaare mohole
દયારામ
Dayaram
દયારામ
Dayaram
માણીગર આવો, મ્હારે મોહોલે માણીગર આવો,
વ્હાલા શાને લોચન લલચાવો, માહારે મોહોલે. ટેક.
ઘણા દિવસની ગવાઉ છું જૂઠી, તે આજ લઈયે લ્હાવો. માહારે...
ના નવ્ય કેહેશો કયાંહાં કોહો મળશે, પૂરી અવસર આહાવો. માહારે...
મનમાની મોજો માણીશે, ફરી તો નહિ ફાવો. માહારે...
જ્યારે ત્યારે પણ હું છું તમારી, શીદને તરસાવો. માહારે...
અધરસુધારસ સુખનો સાગર, આજ પીયો ને પાવો. માહારે...
રસિકરાય છો દયાના પ્રીતમ, માટે માહારે દાવો. માહારે...
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
