રામ રંગે રીખે, કૌશલ્યાકુમાર રામ રંગે રીખે
raam range riikhe, kaushalyaakumaar raam rang riikhe

રામ રંગે રીખે, કૌશલ્યાકુમાર રામ રંગે રીખે. ટેક૦
છબછબ કરતા છેડા પલાળે, પાણીડાં ઢોળે;
ચંચળ ચતુરા રૂદયે ચાંપી, બેસારે ખોળે. રામ૦
કર ગ્રહી લાવે કૌશલ્યા, મહેલે પડસાળે;
ગોત્રજમાનો ઘૃતદીવડો; તે મુઠ્ઠીમાં ઝાલે. રામ૦
દીવડો મ્હેલાવી કૌશલ્યા, મણિ કરમાં આલે;
મણિ તો લઈ મુખમાં મેલે, દેવ નભે ભાળે. રામ૦
સુમિત્રા લાવે શેલડી, તે બાલકને ભાવે;
કટકા લઈ કોરાણે મૂકે પાળી લઈ ચાવે. રામ૦
ઘૂઘરા ઘમકે તેથી ચમકે, ઉતાવળા ચાલે;
કરતણી કોમલ આંગળીઓ, તે ચણિયારે ઘાલે. રામ૦
ઘૂલર ઘસે ખડખડ હસે, ક્રોધ કરે માતા;
બાળપણાને બલિહારી જાય, શંકર ને વિધાતા. રામ૦
અતિ આકળી થઈ માતા, લઈ બારણિયે બેસે;
રાયતણા મસ્તાના મદગળ, વચ્ચે જઈ પેસે. રામ૦
અતિ અડપલા કુંવર આપણા, કહો દિન ક્યમ જાશે?
ભાલણપ્રભુ રઘુનાથજીને, બાંધે પ્રેમતણે પાશે. રામ૦
ram range rikhe, kaushalyakumar ram range rikhe tek0
chhabchhab karta chheDa palale, paniDan Dhole;
chanchal chatura rudye champi, besare khole ram0
kar grhi lawe kaushalya, mahele paDsale;
gotrajmano ghritdiwDo; te muththiman jhale ram0
diwDo mhelawi kaushalya, mani karman aale;
mani to lai mukhman mele, dew nabhe bhale ram0
sumitra lawe shelDi, te balakne bhawe;
katka lai korane muke pali lai chawe ram0
ghughra ghamke tethi chamke, utawla chale;
karatni komal anglio, te chaniyare ghale ram0
ghular ghase khaDkhaD hase, krodh kare mata;
balapnane balihari jay, shankar ne widhata ram0
ati aakli thai mata, lai baraniye bese;
rayatna mastana madgal, wachche jai pese ram0
ati aDapla kunwar aapna, kaho din kyam jashe?
bhalnaprabhu raghunathjine, bandhe prematne pashe ram0

સ્રોત
- પુસ્તક : ભાલણનાં પદ (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : જેઠાલાલ ત્રિવેદી
- પ્રકાશક : જીવનલાલ અમરશી મહેતા
- વર્ષ : 1947