લોકડિયાં દેખે છે લાલ
lokdiyaan dekhe chhe laal
દયારામ
Dayaram
દયારામ
Dayaram
લોકડિયાં દેખે છે લાલ! આંખોમાં ઊડે ગુલાલ!
મુખડાની ખાશો ગાળ, આ તે શું કર્યું?
આડે દહાડે જોર ન ફાવ્યું, આજ હોળીનું ટાણું;
ઘણા દિવસની ગુંજ રીસની આજ ઉકેલો જાણું! લાલ!૦
જે કહેશો તે 'હા' જ હાવાં, નવ માનું તે ચૂકી
- ઓરા આવો, કહું કાનમાં, 'મારા સમ દો મૂકી!' લાલ!૦
શું કરું? જો આવી સાંકડે, મારું જોર ન ફાવ્યું;
દયાપ્રીતમ! મુને કાયર કરીને તોબાખત લખાવ્યું! લાલ!૦
સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 74)
- સંપાદક : ધીરુ પરીખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
