chhabila nandna re - Pad | RekhtaGujarati

છબીલા નંદના રે

chhabila nandna re

ભાલણ ભાલણ
છબીલા નંદના રે
ભાલણ

છબીલા નંદના રે! તારી ચાલનો ચટકો જો;

છોરા આહીરના રે! તારા મુખનો મટકો જો. છo

ચાલનો ચટકો, મુખનો મટકો, મોહિની નાંખે એમ;

કાળી તારી કાંબળીમાં કામણ દીસે છે કેમ? છo

ચટકો તારી ચાલનો રે, પાવડીએ કંગર કોર;

છુમક છુમક ઘૂઘર વાજે, નેનમાં નાચે મોર. છo

તાણીને બાંધે પાઘડી રે, ઢળતો મૂકે તોર;

શેરીએ લથડતો હીડે, મોરલી તે ઘનઘોર. છo

મુખ દેખાડીને ઘેલાં કીધાં, જાણે હરાયાં ઢોર;

ભાલણ-પ્રભુ રઘુનાથજી, મારા ચિત્તલડાના ચોર. છo

સ્રોત

  • પુસ્તક : આરાધના : મધ્યકાલીન ભક્તિગીતો (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપુરા
  • પ્રકાશક : સાહિત્ય સંશોધન પ્રકાશન
  • વર્ષ : 2002