wari jaun re - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વારી જાઉં રે

wari jaun re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
વારી જાઉં રે
નરસિંહ મહેતા

વારી જાઉં રે, સુંદરશ્યામ! તારા લટકાને. (ટેક)

લટકે ગોકુળ ગૌ ચારી રે, લટકે વાયો વંસ રે;

લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે. વા૦

લટકે ગિરિ ગોવર્ધન ધરિયો, લટકે પલવટ વાળી રે;

લટકે જળ-જમુનામાં પેસી લટકે નાથ્યો કાળી રે. વા૦

લટકે વામન રૂપ ધરીને આવ્યા બલિને દ્વાર રે;

ઊઠ કદમ અવની માગી, બલિ ચાંપે પાતાળ રે. વા૦

લટકે રઘુપતિ રૂપ ધરીને તાતની આજ્ઞા પાળી રે;

લટકે રાવણ રણ મારીને લટકે સીતા વાળી રે. વા૦

એવા લટકા છે ઘણેરા, લટકા લાખ-કરોડ;

લટકે મળે નરસૈંનો સ્વામી, હીંડે મોડામોડ રે. વા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997