mehulo gaje ne madhaw nache - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેહુલો ગાજે ને માધવ નાચે

mehulo gaje ne madhaw nache

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
મેહુલો ગાજે ને માધવ નાચે
નરસિંહ મહેતા

મેહુલો ગાજે ને માધવ નાચે, રુમઝુમ વાજે પાયે ઘુઘરડી રે;

તાલ-પખાજ વજાડે ગોપી, વહાલો વજાડે વેણુ-વાંસલડી રે. મે૦

દાદુર-મોર-બપૈયા બોલે, મધુરી શી બોલે કોયલડી રે;

પહેરણ ચીર, ચરણા ને ચોળી, ઓઢણ આછી લોબરડી રે. મે૦

ધન્ય જમુનાતટ, ધન્ય બંસીવટ, ધન્ય ધન્ય અવતાર રે;

ધન્ય નરસૈંયાની જીભલડી જેણે ગાયો રાગ મલ્હાર રે. મે૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997