મલ્લે મહીયારી કોય
malle mahiiyaarii koy
વસ્તો વિશ્વંભર
Vasto Vishwambhar

ક્હાન :
મલ્લે મહીયારી કોય મલ્લે મહીયારી,
ગોરસ અમને પાયે રે,
સરવસ સોંપે લજ્યા ન લોપે,
આપે હલકી થાયે રે.
બોલી જાંણે ચાલી જાંણે,
જાંણે અમાહારા દેસ રે,
મુલ્લ મંત્ર માહ્યલા જાંણે,
એહેવા હોએ ઉપદેસ રે.
પાત્ર પાવન ગાત્ર પાવન,
પાવન માંહલું મહી રે,
અવર સવર ઉછંગી નાખ્યુ,
ત્યેહેની સાથે સહી રે.
સખી સમાંણી સોહી પ્રમાંણી
સોરત્યે નોરત્ય ઠેરવે રે,
વસ્તા વીસ્યંભર ઉન સે સ્વયંભર,
બીજી કાંમ્ય આવે રે.
(‘વસ્તાનાં પદો’માંથી)



સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 119)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1998