રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજુઓ રે આ બાળકની ગત્ય, આંગણડામાં રમતો રે;
માતા આગળ બોલી ન જાણે, તે માનુનીનાં મન હરતો રે. જુ૦ ૧
ધન્ય ધન્ય માતા જશોમતી, ઉછંગે આવંતો રેઃ
બ્રહ્માદિક જેનો ભેદ ન જાણે, તે ભામિનીને ભાવંતો રે. જુ૦ ર
વાછરડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાયે રે;
ભણે નરસૈયો : ધન્ય એ ગોપી જે ભીડે રુદિયા માંહે રે. જુ૦ ૩
juo re aa balakni gatya, anganDaman ramto re;
mata aagal boli na jane, te manuninan man harto re ju0 1
dhanya dhanya mata jashomti, uchhange awanto re
brahmadik jeno bhed na jane, te bhaminine bhawanto re ju0 ra
wachharDanun poochh grhine uthi ubho thaye re;
bhane narasaiyo ha dhanya e gopi je bhiDe rudiya manhe re ju0 3

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997