Koi Na Jane Hariya - Pad | RekhtaGujarati

કોઈ ના જાણે હરિયા

Koi Na Jane Hariya

મીરાંબાઈ મીરાંબાઈ
કોઈ ના જાણે હરિયા
મીરાંબાઈ

કોઈ ના જાણે હરિયા, તારી ગતિ કોઈ ના જાણે હરિયા.

મિટ્ટી ખાત મુખ દેખા જસોદા, ચૌદ ભુવન ભરિયા. તારી...

પડી પાતાળ કાળી નાગ નાથ્યો, સૂર ને શશી ડરિયા. તારી...

ડૂબત વ્રજ રાખ લિયો હે, કર ગોવર્ધન ધરિયા. તારી...

મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, શરણે આવે સો તરિયા. તારી...

સ્રોત

  • પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2011