juo re aa balakni gatya - Pad | RekhtaGujarati

જુઓ રે આ બાળકની ગત્ય

juo re aa balakni gatya

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
જુઓ રે આ બાળકની ગત્ય
નરસિંહ મહેતા

જુઓ રે આ બાળકની ગત્ય, આંગણડામાં રમતો રે;

માતા આગળ બોલી ન જાણે, તે માનુનીનાં મન હરતો રે. જુ૦ ૧

ધન્ય ધન્ય માતા જશોમતી, ઉછંગે આવંતો રેઃ

બ્રહ્માદિક જેનો ભેદ ન જાણે, તે ભામિનીને ભાવંતો રે. જુ૦ ર

વાછરડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાયે રે;

ભણે નરસૈયો : ધન્ય એ ગોપી જે ભીડે રુદિયા માંહે રે. જુ૦ ૩

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997