વાલમ બોલ્યા રે હો વાણી, અબળા કેમ આવ્યાં છો જાણી.
રાત અરધી રે હો રજની, સરવે કેમ આવ્યાં રે સજની.
ગૃહ કેમ મેલ્યાં રે હો ગોપી, લજ્જા સુરતી તણી કેમ લોપી.
પિયુ પોતાના રે હો ભજતાં, લાંચ્છન લાગે તેને તજતાં.
નરસું મનમાં રે હો ના’ણો, અબળા પિયુને ઈશ્વર જાણો.
ક્રોધી કપટી રે હો કામી, સુંદરિયો તોય પોતાનો સ્વામી.
વિધિવત બોલ્યા રે હો વાણી, જીવન એ શું બોલ્યા જાણી.
ગદ ગદ કંઠે રે હો ગોપી, અબળા તનમન રહ્યો છો આરોપી.
એશું કહ્યું રે હો અમને, પિયુ કેમ પરનર કંઈયે તમને.
સાક્ષી વિશ્વના રે હો સ્વામી, જીવન સહુના અંતરજામી.
મન્મથ બોલ્યા રે હો મરમે, ધીરજ માટે ભાંખો ઘરમે.
રસમાં ન હોય રે રેણી, મહાસુખ માણો મરગાનેણી.
તારૂણી લેતાં રે હો તાળી, મુળદાસ પ્રેમે પરવટ વાળી.
walam bolya re ho wani, abla kem awyan chho jani
raat ardhi re ho rajni, sarwe kem awyan re sajni
grih kem melyan re ho gopi, lajja surti tani kem lopi
piyu potana re ho bhajtan, lanchchhan lage tene tajtan
narasun manman re ho na’no, abla piyune ishwar jano
krodhi kapti re ho kami, sundariyo toy potano swami
widhiwat bolya re ho wani, jiwan e shun bolya jani
gad gad kanthe re ho gopi, abla tanman rahyo chho aropi
eshun kahyun re ho amne, piyu kem parnar kaniye tamne
sakshi wishwna re ho swami, jiwan sahuna antarjami
manmath bolya re ho marme, dhiraj mate bhankho gharme
rasman na hoy re reni, mahasukh mano marganeni
taruni letan re ho tali, muldas preme parwat wali

સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1998