માતા જશોદા બોલાવે જમવા લાલને,
ચાલો લાડકવાયા, લાગું તમને પાય;
તેમ તેમ રિસાઈને રંગરસિયોજી આવે નહીં;
પાછળ દોડે તેમતેમ નટવર નાસી જાય. માતા જશોદા૦ ૧
કાળા, કેમ સંતાપે મુજને, ઘરમાં કામ છે,
વાટ જુવે છે કાના, બેસી રહ્યા બળવીર;
તમને શિખામણ દેઉં છું તે કેમ નથી લાગતી?
શા માટે શામળિયા, ભરો નેત્રમાં નીર? માતા જશોદા૦ ૨.
આવા ઢોંગ ધતુરા જો કોઈ તુજમાં જાણશે,
ત્યારે પરણ્યાની શી થાશે હરિજી, પેર?
કોઈ કન્યા નહિ આપે કાના; કહું છું તુજને,
રાખી ડહાપણ, ચાલો રાડ તજીને ઘેર. માતા જશોદા૦ ૩.
હવે નહિ મારું, મારા સમ મુજને છે બાપના,
હું તો હારી તુજથી, તું જીત્યો જગદીશ;
શું કરું, લાડકવાયો એકનો એક છે નંદને,
શું કરું સાંખી રહું છું, બાકી ચઢે છે રીશ. માતા જશોદા૦ ૪
જેમ તેમ સમજાવી લઈ ચાલ્યાં સુંદરશ્યામને,
કટિયે બેસાડીને ચુંબન કીધું ગાલ;
મુખડાં નરખી હરખી રંગમાં રીઝ્યાં ઘણું,
લાવી મુખડા આગળ મૂકી કનકની થાળ. માતા જશોદા૦ ૫
mata jashoda bolawe jamwa lalne,
chalo laDakwaya, lagun tamne pay;
tem tem risaine rangarasiyoji aawe nahin;
pachhal doDe temtem natwar nasi jay mata jashoda0 1
kala, kem santape mujne, gharman kaam chhe,
wat juwe chhe kana, besi rahya balwir;
tamne shikhamanu deun chhun te kem nathi lagti?
sha mate shamaliya, bhare netrman neer? mata jashoda0 ra
awa Dhong dhatura jo koi tujman janshe,
tyare paranyani shi thashe hariji, per?
koi kanya nahi aape kana; kahun chhun tujne,
rakhi Dahapan, chalo raD tajine gher mata jashoda0 3
hwe nahi marun, mara sam mujne chhe bapna,
hun to hari tujthi, tun jityo jagdish;
shun karun, laDakwayo ekne ek chhe nandne,
shun karun sankhi rahun chhun, baki chaDhe chhe reesh mata jashoda0 4
jem tem samjawi lai chalyan sundrashyamne,
katiye besaDine chumban kidhun gal;
mukhDan narkhi harkhi rangman rijhyan ghanun,
lawi mukhDa aagal muki kankani thaal mata jashoda0 pa

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 212)
- સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981