gulaale maarii aankh bharii - Pad | RekhtaGujarati

ગુલાલે મારી આંખ ભરી

gulaale maarii aankh bharii

દયારામ દયારામ
ગુલાલે મારી આંખ ભરી
દયારામ

સખી! આ જોની, ગોપાળે ગુલાલે મારી આંખ ભરી!

આંખ ભરી મેં નવ જોવાયું ત્યારે રહી હું ડરીને;

મનમાન્યું તે કીધું એણે, વળગ્યા ઝૂમી કરીને. સખી!૦

મેં વાર્યા, વ્હાલમે ન માન્યું, સમજી રસ ન લીધો;

એક દિવસમાં સૌ સુખ સાંત્યું જગતભવાડો કીધો. સખી!૦

ઉરમુખ ઢાંક્યું ક્યાં લગી રહેશે? દુરિજન, ગુરુજન જોશે;

કાલે રમવા નહીં જવાય મેં ત્યારે શી ગતિ હોશે? સખી!૦

સખી કહે, 'ચિંતા તજ ચિત્તથી, ડહાપણ નિશ્ચે જઈશું;

કહેનારાં કહીને શું કહેશે? નફટનિર્લજ્જ થઈશું. સખી!૦

જે સુખને પદ્મા તરસે છે તે હું સ્હેજે પામી;

જખ મારે છે જગત, માણ તું દાસદયાનો સ્વામી. સખી!૦

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1995