ગોવાળિયા! એવડો શો અહંકાર?
govaaliyaa! aevdo sho ahankar?
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
ગોવાળિયા! એવડો શો અહંકાર? તું તો ગાયોનો ચારણહાર,
તું તો છાશનો પીવણહાર, મુખ પાધરું બોલ, પીંડાર! ગો૦
રવિ તપે ને ઉર સ્વેદ ઝરે રે, કુંકુમ-કાજળ-ઘોળ્યાં શરીર;
અણઘટતું કેમ આપીએ રે, વહાલા! જાંબુઆ માટ જંબીર? ગો૦
અમો ઊભાં તડકો લિયે રે, તું તો ટાઢી છાંયે, આહીર!
મહી તણી મટુકી શિર તપે રે, તુંને દયા નહિ, શ્યામશરીર! ગો૦
અમે તે વરુવારુડાં (નિર્વહું) રે, તેના લોક કરે વિચાર;
નરસૈંયાચો સ્વામી મલે મળિયો, દાણ લે તો ઉતાર ભાર. ગો૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 81)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
