goraandeno thamko re sundar vaajno re - Pad | RekhtaGujarati

ગોરાંદેનો ઠમકો રે સુંદર વાજણો રે

goraandeno thamko re sundar vaajno re

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
ગોરાંદેનો ઠમકો રે સુંદર વાજણો રે
નરસિંહ મહેતા

ગોરાંદેનો ઠમકો રે સુંદર વાજણો રે, ઝમક્યો માઝમ રાત રે;

સાંભળ, સહિયર! મારી વાત. ગો૦

એક અંધારી વેરણ રાતડી રે, બીજી ઘેર સાસુડી રિસાળ,

ત્રીજી વનમાં બોલે કોયલડી રે, બાપીડો બોલે છે ૨સાળ. ગો૦

ચાંદલિયો ઊગ્યો તે મસ્તક આવિયો રે, પ્રેમ ઘણો ને થોડી રાત;

આણી વેળા શામળિયો જો મળે રે, કરું મારા મનડા કેરી વાત. ગો૦

કોઈ રે મિલાવે મુંને મહાવજી રે, ભુજ ભરી લેઉં હું બાથ;

નરસૈંયાચો સ્વામી મુને પ્રેમે મળ્યો રે, વહાલેજીએ સાહ્યો આવી હાથ. ગો૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994