suno, sakhi! - Pad | RekhtaGujarati

સુણો, સખી!

suno, sakhi!

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
સુણો, સખી!
નરસિંહ મહેતા

(રાગ સામેરી)

સુણો, સખી! આજની રાતની સુરત રમ્યો વહાલોજી નાના રે ભાત. સુ૦

અતિ રંગ કીધો, અધરરસ પીધો, પછે મારા વા'લાજીને ઉર પર લીધો. સુ૦

કામ-ગેહેલો કાનજી કામી, સેજડીએ શામળિયો સુંદરવર પામી. સુ૦

‘મા મા’ કરતાં મૂકે ઘડી, હીંચે રે હીંડોળે વહાલો ચડી રે ચડી. સુ૦

સકળ સંયોગે વહાલે પેરે પેરે પીડી, નરસૈંયાચો સ્વામી રહ્યો રે અંગ ભીડી. સુ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997