રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.
જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું. મારે આજo
કસ્તૂરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું. મારે આજo
કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું. મારે આજo
નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે આજo
મરકતમણિને મેઘ દૃષ્ટે ના જોવા, જાંબુવંત્યાકના ખાવું. મારે આજo
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક’ના નિભાવું! મારે આજo
shyam rang samipe na jawun, mare aaj thaki shyam rang samipe na jawun
jeman kalash te to sau ekasarakhun, sarwman kapat hashe awun mare aajo
kasturi keri bindi to karun nahin, kajal na ankhman anjawun mare aajo
kokilano shabd hun sunun nahin kane, kagwani shakunman na lawun mare aajo
nilambar kali kanchuki na paherun, jamnanan nirman na nhawun mare aajo
marakatamanine megh drishte na jowa, jambuwantyakna khawun mare aajo
dayana pritam sathe mukhe neem lidho, man kahe je ‘palak’na nibhawun! mare aajo

સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 67)
- સંપાદક : ધીરુ પારેખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010