રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો‘સાંભળ રે તું સજની! મારી,રજની ક્યાં રમી આવી જી?
પરસેવો તને ક્યાં વળ્યો? તારી ભમ્મર કયાં ભીંજાણી? સાચું બોલોજી!’
‘વનમાં હું તો ભૂલી પડી ને અતિશે મૂંઝાણી જી;
પરસેવો મને ત્યાં વળ્યો મારી ભમ્મર ત્યાં ભીંજાણી. સાંભળ સજનીજી!’
‘કાલ મેં તારી વેણ ગૂંથી'તી છૂટી કયાં વિખરાણી જી?
એવડી ઉતાવળ શી પડી. જે ઝૂલડી નવ બંધાણીજી. સાચું બોલોજી.’
‘કાળો તે ભમરો શિર પર બેઠો, ઉરાડતાં સેર છૂટી જી,
જ્યમત્યમ કરીને બાંધતા વચમાંથી નાડી તૂટી. સાંભળ સજનીજી!’
‘આ ચોળી અતલસની પહેરી, સહિયરે વખાણી જી,
ચોળીની કસ કાં તૂટી? તું આવડી ક્યાં ચોળાણી? સાચું બોલોજી.’
‘હૈયું મારું દુઃખવા આવ્યું. વાએ કરીને કાપ્યું જી,
પીડા ટાળવા કારણે મેં કળે કરીને દાબ્યું. સાંભળ સજનીજી!’
‘આવડાં પુષ્પ ક્યાંથી વાટે તુજને કોણે આપ્યાં જી?
એવો રંગરસિયો કોણ મળિયો? પ્રેમે કરીને થાપ્યાં. સાચું બોલોજી.’
‘સૂરજકળાએ હું જાતી હુતી, વાટે મળ્યા વનમાળી જી!
સમ ખાઈને મુને તેણે આપ્યાં, તેની પ્રતિજ્ઞા પાળી. સાંભળ સજની જી!'
‘અવળો ચણિયો કેમ પહેર્યો છે? જેમ તેમ વીંટી સાડી જી,
સજક થઈને સુંદરી! હાવાં વસ્ત્ર પહેરીશું વાળી. સાચું બોલોજી.’
‘સાથ ના સહિયરે કીધો, ઉતાવળી વેગે ચાલી જી,
અવળો ચણિયો પહેરી દીધો, હવે વસ્ત્ર પહેરીશું વાળી. સાંભળ સજની જી!'
‘નીકળી હતી તું સૌથી પહેલી સાથ અમારો મેલી જી,
પછવાડેથી ક્યાંથી અંબિકા! જઈને તું બેઠી? સાચું બોલો જી.’
‘નીકળી હતી હું સૌથી પહેલી સાથ સહિયરનો મેલી જી,
વાટે હું ભૂલી પડી ગઈ, ત્યહાં જઈ બેઠી વ્હેલી. સાંભળ સજની જી!'
‘કસ્તુરી અંગે બ્હેકે છે, આ વનમાં કોણ આવે જી?
સર્વ શરીરે તારે વ્યાપી રહી છે તે ક્યમ જાયે ઢાંકી ? સાચું બોલો જી.’
‘મૃગશલ્યાએ મૃગલો બેઠો તેને મેં જઈ ઝાલ્યો જી,
તેની વાસના મારા અંતરમાં પેઠી, તે નથી રહેતી ઢાંકી. સાંભળ સજની જી!'
‘અધર દંત બેઠા દીસે છે, છાતીએ નખ વાગ્યા જી,
તારુણી! તારા તનડામાં પેસી કામબાણ ક્યાં વાગ્યાં? સાચું બોલો જી.’
‘મધુરાં વાયક પોપટ બોલ્યો, તેને મેં જઈ ઝાલ્યો જી,
ચંચળ ચાંચ ભરીને નાઠો, તત્ક્ષણ ત્યાંથી છૂટ્યો. સાંભળ સજની જી!'
‘શ્યામસુંદર તને મળ્યા દીસે છે તે અંગે તું પરસાઈ જી
જે જે પૂછું તેના ઉત્તર આપે એ બધી તુજ ચતુરાઈ! સાચું બોલો જી.’
‘જે વાટે હરિ મળિયા હોય તે વાટે નવ જાઉં જી,
આ વાટે હરિ મળિયા હોય તો કહો તેવા સમ ખાઉં. સાંભળ સજની જી!'
‘મારે એવી પ્રતિજ્ઞા જે પરપુરુષ ભાઈબાપ જી,
દાસદયાના સ્વામીને ભજતાં ભવની ભાવટ જાય. સાંભળ સજની જી!'
‘sambhal re tun sajni! mari,rajni kyan rami aawi jee?
parsewo tane kyan walyo? tari bhammar kayan bhinjani? sachun boloji!’
‘wanman hun to bhuli paDi ne atishe munjhani jee;
parsewo mane tyan walyo mari bhammar tyan bhinjani sambhal sajniji!’
‘kal mein tari wen gunthiti chhuti kayan wikhrani jee?
ewDi utawal shi paDi je jhulDi naw bandhaniji sachun boloji ’
‘kalo te bhamro shir par betho, uraDtan ser chhuti ji,
jymatyam karine bandhta wachmanthi naDi tuti sambhal sajniji!’
‘a choli atalasni paheri, sahiyre wakhani ji,
cholini kas kan tuti? tun aawDi kyan cholani? sachun boloji ’
‘haiyun marun dukhawa awyun waye karine kapyun ji,
piDa talwa karne mein kale karine dabyun sambhal sajniji!’
‘awDan pushp kyanthi wate tujne kone apyan jee?
ewo rangarasiyo kon maliyo? preme karine thapyan sachun boloji ’
‘surajaklaye hun jati huti, wate malya wanmali jee!
sam khaine mune tene apyan, teni prtigya pali sambhal sajni jee!
‘awlo chaniyo kem paheryo chhe? jem tem winti saDi ji,
sajak thaine sundri! hawan wastra paherishun wali sachun boloji ’
‘sath na sahiyre kidho, utawli wege chali ji,
awlo chaniyo paheri didho, hwe wastra paherishun wali sambhal sajni jee!
‘nikli hati tun sauthi paheli sath amaro meli ji,
pachhwaDethi kyanthi ambika! jaine tun bethi? sachun bolo ji ’
‘nikli hati hun sauthi paheli sath sahiyarno meli ji,
wate hun bhuli paDi gai, tyhan jai bethi wheli sambhal sajni jee!
‘kasturi ange bheke chhe, aa wanman kon aawe jee?
sarw sharire tare wyapi rahi chhe te kyam jaye Dhanki ? sachun bolo ji ’
‘mrigshalyaye mriglo betho tene mein jai jhalyo ji,
teni wasana mara antarman pethi, te nathi raheti Dhanki sambhal sajni jee!
‘adhar dant betha dise chhe, chhatiye nakh wagya ji,
taruni! tara tanDaman pesi kamban kyan wagyan? sachun bolo ji ’
‘madhuran wayak popat bolyo, tene mein jai jhalyo ji,
chanchal chanch bharine natho, tatkshan tyanthi chhutyo sambhal sajni jee!
‘shyamsundar tane malya dise chhe te ange tun parsai ji
je je puchhun tena uttar aape e badhi tuj chaturai! sachun bolo ji ’
‘je wate hari maliya hoy te wate naw jaun ji,
a wate hari maliya hoy to kaho tewa sam khaun sambhal sajni jee!
‘mare ewi prtigya je parpurush bhaibap ji,
dasadyana swamine bhajtan bhawni bhawat jay sambhal sajni jee!

સ્રોત
- પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : ધીરુ પારેખ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010