rangbher ramtaan raasmaan re - Pad | RekhtaGujarati

રંગભેર રમતાં રાસમાં રે

rangbher ramtaan raasmaan re

થોભણદાસ થોભણદાસ
રંગભેર રમતાં રાસમાં રે
થોભણદાસ

રંગભેર રમતાં રાસમાં રે, હાંહાં રે રંગ જામ્યો છે ઢગલે,

કુમકુમની ઢગો પડે રે, હાંહાં રે પાતળીઆને પગલે.

ફર ફર ફરતાં ફુદડી રે, હાંહાં રે પાયે ઘુઘરી ઘમકે,

મેઘ સમો મારો વાલમો રે, હાંહાં રે ગોપી વીજળી ચમકે.

ફર ફર ફરતાં જે ફરે રે, હાંહાં રે તેનો કર સાહી રાખે,

હસીહસીને ચુંબન કરે રે, હાંહાં રે કંઠે બાંહડી નાંખે.

મસ્તક મુગટ સોહામણો રે, હાંહાં રે માંહી મુગતા બીરાજે,

સામાં ઉભાં તે રાધિકા રે, હાંહાં રે તેનું પ્રતિબિંબ નાચે.

સોળ વરસની સુંદરી રે, હાંહાં રે તેની દૃષ્ટિ આવી;

નારી થોભણના નાથની રે, હાંહાં રે રાધે ચાલી રીસાવી.

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 272)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 1998