પ્રેમરસ પાને, તું મોરનાપિચ્છધર! તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રે૦ ૧
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછયો નહીં, શુકજીએ સમજીને રસ સંતાડ્યો;
જ્ઞાન-વૈરાગ્યે કરી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સુધો દેખાડ્યો. પ્રે૦ ર
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની, વૈરાગી, બહુ મુનિ રે જોગી;
પ્રેમને વશ થઈ વ્રજતણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત-ભોગી. પ્રે.૦ ૩
પ્રીતની રીત તો પરમ વલ્લભ સદા, હેતના જીવતે હેતે તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં લહાણનાં વહાણ તે દ્વાર છૂટે. પ્રે૦ ૪
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો, વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની, જતિ-સતીએ સપને ન દીઠી. પ્રે૦ પ
premaras pane, tun mornapichchhdhar! tattwanun tumpanun tuchchh lage;
dubla Dhoranun kushke man chale, chaturdha mukti teo na mage pre0 1
premni wat parikshit prichhyo nahin, shukjiye samjine ras santaDyo;
gyan wairagye kari granth puro karyo, muktino marg sudho dekhaDyo pre0 ra
marine mukti aapi ghana daityne, gyani, wairagi, bahu muni re jogi;
premne wash thai wrajatni gopika, awar wirla koi bhakt bhogi pre 0 3
pritni reet to param wallabh sada, hetna jiwte hete tuthe;
janmojnam lilaras gawtan lahannan wahan te dwar chhute pre0 4
mein grahyo hath gopinath garwa tano, wat biji naw lage mithi;
narsainyo jache chhe riti mati premni, jati satiye sapne na dithi pre0 pa

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 106)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997