લટકાળા તારે લટકે રે, લેરખડા હું લોભાણી;
latkala tare latke re, lerakhDa hun lobhani;

લટકાળા તારે લટકે રે, લેરખડા હું લોભાણી;
વાંસલડી કેરે કટકે રે, ચિત્તડાને લીધું તાણી.
છોગલિયું તારું છેલા રે, આવી અટક્યું અંતરમાં;
વણ દીઠે રંગના રેલા રે, બેઠી અકળાઉં ઘરમાં,
રાતી આંખલડીની રેખું રે, મનડામે ખુંતી મારે;
ડોલરિયા હું નવ દેખું રે, જંપ નથી થાતો જ્યારે.
મરમાળી મૂર્તિ તારી રે, વાલમ મારે ચિત્ત ચડી;
બ્રહ્માનંદના હાર હજારી રે, કેમ કરી મેલું એક ઘડી.
latkala tare latke re, lerakhDa hun lobhani;
wansalDi kere katke re, chittDane lidhun tani
chhogaliyun tarun chhela re, aawi atakyun antarman;
wan dithe rangna rela re, bethi aklaun gharman,
rati ankhalDini rekhun re, manDame khunti mare;
Dolariya hun naw dekhun re, jamp nathi thato jyare
marmali murti tari re, walam mare chitt chaDi;
brahmanandna haar hajari re, kem kari melun ek ghaDi

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય - ૧ (પૃષ્ઠ ક્રમાંક 216)
- સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981