juo re aa balakni gatya - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જુઓ રે આ બાળકની ગત્ય

juo re aa balakni gatya

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
જુઓ રે આ બાળકની ગત્ય
નરસિંહ મહેતા

જુઓ રે બાળકની ગત્ય, આંગણડામાં રમતો રે;

માતા આગળ બોલી જાણે, તે માનુનીનાં મન હરતો રે. જુ૦

ધન્ય ધન્ય માતા જશોમતી, ઉછંગે આવંતો રેઃ

બ્રહ્માદિક જેનો ભેદ જાણે, તે ભામિનીને ભાવંતો રે. જુ૦

વાછરડાનું પૂછ ગ્રહીને ઊઠી ઊભો થાયે રે;

ભણે નરસૈયો : ધન્ય ગોપી જે ભીડે રુદિયા માંહે રે. જુ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997