(રાગ વસંત )
ચાલ રમીએ, સહી! મેલ મથવું મહી,
વસંત આવ્યો. વનવેલ ફૂલી;
મોરિયા અંબ, કોકિલા લવે કદંબ,
કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. ચાલ૦ ૧
પહેર શણગાર ને હાર, ગજગામિની!
કયારની કહું છું જે ચાલ ઊઠી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,
લાજની આજ દુહાઈ છૂટી. ચાલ૦ ર
હેતે હરિ વશ કરી લાહો લે ઉર ધરી,
કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;
નરસૈંયો રંગમાં અંગ ઉન્મત્ત થયો.
ખોયેલા દિવસનો ખંગ વળશે. ચાલ૦ ૩
(rag wasant )
chaal ramiye, sahi! mel mathawun mahi,
wasant aawyo wanwel phuli;
moriya amb, kokila lawe kadamb,
kusum kusum rahya bhramar jhuli chaal0 1
paher shangar ne haar, gajgamini!
kayarni kahun chhun je chaal uthi;
rasik mukh chumbiye, walgiye, jhumbiye,
lajni aaj duhai chhuti chaal0 ra
hete hari wash kari laho le ur dhari,
kar grhi krishnji prite palshe;
narsainyo rangman ang unmatt thayo
khoyela diwasno khang walshe chaal0 3
(rag wasant )
chaal ramiye, sahi! mel mathawun mahi,
wasant aawyo wanwel phuli;
moriya amb, kokila lawe kadamb,
kusum kusum rahya bhramar jhuli chaal0 1
paher shangar ne haar, gajgamini!
kayarni kahun chhun je chaal uthi;
rasik mukh chumbiye, walgiye, jhumbiye,
lajni aaj duhai chhuti chaal0 ra
hete hari wash kari laho le ur dhari,
kar grhi krishnji prite palshe;
narsainyo rangman ang unmatt thayo
khoyela diwasno khang walshe chaal0 3
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 75)
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997