bijane mare shu karvu? - Pad | RekhtaGujarati

બીજાને મારે શું કરવું?

bijane mare shu karvu?

મીરાંબાઈ મીરાંબાઈ
બીજાને મારે શું કરવું?
મીરાંબાઈ

ધ્યાન ધણી કેરું ધરવું રે, બીજું મારે શું કરવું રે.

સુંદર શ્યામ, બીજાને મારે શું કરવું.

નિત્ય ઊઠીને અમે નાહીએ ને ધોઈએ રે,

ધ્યાન ધણી તણું ધરીએ રે. બીજું...

સંસારસાગર મહાજળ ભરિયો રે વા'લા,

તારે ભરોસે અમે તરીએ. બીજું...

સાધુજનને ભોજન જમાડીએ વા'લા,

જૂઠું વધે તે અમે જમીએ રે. બીજું...

વૃંદા તે વનમાં રાસ રચ્યો રે વા'લા,

રાસમંડળમાં તો અમે રમીએ રે. બીજું...

હીર ને ચીર મને કામ આવે, વા'લા,

ભગવાં પહેરીને અમે ભમીએ રે. બીજું...

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,

ચરણકમળમાં ચિત્ત ધરીએ રે. બીજું...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941