Nath Mori Araj Suno Avinashi - Pad | RekhtaGujarati

નાથ મોરી અરજ સુણો અવિનાશી

Nath Mori Araj Suno Avinashi

ભોજા ભગત ભોજા ભગત
નાથ મોરી અરજ સુણો અવિનાશી
ભોજા ભગત

નાથ મોરી અરજ સુણો અવિનાશી,

હું તો જનમ જનમ તોરી દાસી. ટેક.

સતી સભામાં શ્યામ સંભારે, ત્રિકમ તોરે રંગ રાચી;

પ્રકટ થાઓ પાતળિયા વા’લા, હરજી થાશે બહુ હાંસી.

સમય તો અર્જુન જેવા, તે પણ રહ્યા છે તપાસી;

ભીમસેન બેઠા ભૂમિ ખોતરવા, પીઠ ફેરી ગયા પાછી.

પાંડવ તો પૃથ્વીને હાર્યા, હસ્તિનાપુર કે વાસી;

અબળા નારી એમ પોકારી, જીવન તમને હું જાચી.

ભીડ પડી હવે આવો ભૂધરજી, વનિતા કહે વ્રજવાસી;

ભોજો ભગત કહે ભક્તવત્સલ, પ્રેમતણા છો પિયાસી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ