(રાગ આશાવરી)
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;
પરદુખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે. વૈ૦ ૧
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે. વૈ૦ ર
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરદ્રવ્ય ન ઝાલે હાથ રે. વૈ૦ ૩
મોહ-માયા લેપે નહિ તેને, દઢ વૈરાગ્ય તેના મનમાં રે;
રામનામ-શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે. વૈ૦ ૪
વણલોભી ને કપટરહિત છે, કામ-ક્રોધ જેણે માર્યા રે;
ભણે નરસૈંયો : તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે. વૈ૦ પ
(rag ashawri)
waishnawjan to tene kahiye je peeD parai jane re;
paradukhe upkar kare ne man abhiman na aane re wai0 1
sakal lokman sahune wande, ninda na kare keni re;
wach kachh man nishchal rakhe, dhanya dhanya janani teni re wai0 ra
samdrishti ne trishna tyagi, parastri jene mat re;
jihwa thaki asatya na bole, paradrawya na jhale hath re wai0 3
moh maya lepe nahi tene, daDh wairagya tena manman re;
ramnam shun tali lagi, sakal tirath tena tanman re wai0 4
wanlobhi ne kapatarhit chhe, kaam krodh jene marya re;
bhane narsainyo ha tenun darshan kartan kul ekoter taryan re wai0 pa

સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
- સંપાદક : શીવલાલ જેસલપુરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1997