aatam ek chhe han - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આતમ એક છે હાં

aatam ek chhe han

અખો અખો
આતમ એક છે હાં
અખો

આતમ એક છે હાં, એક ઓદર એક ખાણ રે,

બહાર આવ્યા પછી ઉત્તમ મધ્યમ, થઈ છે તાણાતાણ...

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શૂદ્ર ને વર્ણ કર્યા છે અઢાર,

સાર જોતાં સોનું એક છે, ઘડાયા ઘાટ અપાર... આતમ૦

જ્ઞાન દૃષ્ટિએ જુવો તપાસી, મા કરો તાણા તાણ,

સાર જોતાં શેરડી એક છે, ગોળ સાકર ને ખાંડ... આતમ૦

નવસે નવાણું નદીનાં નીર છે રે, એને જૂજવા જૂજવા જાણ,

મહા સિંધુમાં જઈ મળ્યાં, નીર પહોંચ્યાં નિરવાણ... આતમ૦

હસ્તી કેરાં હાડકાં રે, કરમાં પે'રે સુહાગણ નાર,

નવાણે ચેાકો જઈ કરો તો દેખીતું પાખંડ જાણ... આતમ૦

આચારીને સદાય અવગત, મૂળમાં જોતા મર્મ,

કહે 'અખો' એવા ભરમે ભૂલ્યા, કોઈક છૂટે કર્મ... આતમ૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 85)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925