mohanji tame morla - Pad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મોહનજી તમે મોરલા

mohanji tame morla

રાજે રાજે
મોહનજી તમે મોરલા
રાજે

મોહનજી તમે મોરલા, હું વારી રે; કાંઈ અમે ઢળકતી ઢેલ,

આશ તમારી રે.

જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,

આશ તમારી રે.

મોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ,

આશ તમારી રે.

પૂઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ફરો નાથ,

આશ તમારી રે.

મોરલીએ મનડાં હર્યાં, હું વારી રે; વિસાર્યો ઘર-વહેવાર,

આશ તમારી રે.

સંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયા નાથ,

આશ તમારી રે.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2004