રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસંતો ભાઈ રે સમજણ કી એક બાત,
સમજ્યા સોઈ નર ફેર ન બોલ્યા, -
છોડ દિયા સકળ ઉધમાત... સંતો૦
આપ ન સમજે ઓરન કું સમજાવે, રાત-દિવસ ગુણ ગાય,
પારકે મંદિરિયે જઈને જ્યોત્યું જગાવે, ભાઈ રે,
અપને ઘેર ઘોર અંધારી રાત... સંતો૦
અજ્ઞાનીને છેડીએ તો સામા અવગુણ લઈ કરે વાત,
નુગરાને પરમોદ ન લાગે, ભાઈ રે,
પથ્થર ઉપર જેમ મારો લાત... સંતો૦
મૂરખો શું જાણે મનખો મહા પદારથ મળિયો, ખર જેમ નાગરવેલ ખાય,
દૂધ જ પાઈને જેમ વશિયેર ઉછેર્યો, ભાઈ રે,
પણ મુખડાનું ઝેર ના જાય... સંતો૦
સદ્ગુરુને બાળકે તો પારસ સ્પર્શ્યો, ભાઈ રે, પારસમણિ એને હાથ,
ભૂતનાથ ચરણે ભણે ‘અખૈયો’, હુંપદ ત્યાં નહિ મારો નાથ... સંતો૦
santo bhai re samjan ki ek baat,
samajya soi nar pher na bolya,
chhoD diya sakal udhmat santo0
ap na samje oran kun samjawe, raat diwas gun gay,
parke mandiriye jaine jyotyun jagawe, bhai re,
apne gher ghor andhari raat santo0
agyanine chheDiye to sama awgun lai kare wat,
nugrane parmod na lage, bhai re,
paththar upar jem maro lat santo0
murkho shun jane mankho maha padarath maliyo, khar jem nagarwel khay,
doodh ja paine jem washiyer uchheryo, bhai re,
pan mukhDanun jher na jay santo0
sadgurune balke to paras sparshyo, bhai re, parasamani ene hath,
bhutanath charne bhane ‘akhaiyo’, humpad tyan nahi maro nath santo0

સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 29)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય અમદાવાદ
- વર્ષ : 1946