bagawat - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારા જન્નતની હતી કેટલી ખ્વાહિશ કે ખુદા!

મેં સદા શિશ નમાવીને ઇબાદત તો કરી;

જેવું ટકરાયું ધરા પર, મેં ઉઠાવ્યું મસ્તક,

હું ફર્યો ના, અને કાબાની દિશાઓ તો ફરી.

મારા જીવનને નવા રંગથી ઘડવા લાગ્યો,

મારાં આંસુની સજાવટ મેં બધી દૂર કરી;

મારી આંખોમાં નવાં તેજ સમાયા એથી,

મારી દષ્ટિથી ક્ષિતિજો બધી દૂર સરી.

મેં ગતિ રોકી હતી કાળની એવી રીતે,

કોઈ સૌંદર્ય જો ખીલ્યું તો કરમાયું નહીં;

મારા ઉપવનની નવી રસ્મ મેં એવી પાડી,

કોઈ જો ફૂલ હસ્યું, તો પછી મુરઝાયું નહીં.

મારે હાથે જે જલી જિંદગી કેરી શમ્આ,

કોઈ વાયુના સુસાટાથી બુઝાઈ નહીં;

મેં રચ્યું ગીત નવા ઢાળથી જીવન કેરું,

પછી કોઈએ મૃત્યુની કથા ગાઈ નહીં.

મેં ઘડી મારી રીતે મારી જન્નત જેમાં,

કોઈ ઈશ્વરની અમર્યાદ હકૂમત રહી;

કબ્ર સૌ સળવળી ઊઠી, અને સૂતા જાગ્યા,

કોઈને કાંઈ પૂછ્યું, ને કયામત રહી.

મારી સરમસ્ત જવાનીનો નવો રંગ હતો,

પ્રેમની યુગથી પુરાણી કહાની બદલી;

રાજમાર્ગોને તજી કેડી અજાણી પકડી,

લ્યો, જમાનાની પાબંધ રવાની બદલી.

મારી જન્નત કે જહન્નમ આ, મુબારક હો મને,

વ્યર્થ મુજ કાજ તું ભાવી કોઈ સરજીશ નહીં;

જિંદગીનેયે જરૂરત હજી મારી લાગે,

આસમાનોને કહી દો કે હું આવીશ નહીં.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 258)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4