રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને!
સુંદર ન કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે!
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ - કાવ્યોની કોઈ કિતાબ સમ!
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સરનામું મારું કીધું છે ખુદ એના હાથથી.
છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
દુઃખ છે હજાર, તોય હજી એ જ ટેક છે,
કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે!
કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે'વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છે, કંકોતરી નથી!
કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ!
એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ'ના કટકા નહીં કરું.
આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
‘લીલા'ના પ્રેમ-પત્રોમાં એને મુકામ દઉં.
‘આસિમ’! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે, હું એનો એ જ છું!
mari e kalpana hati, wisri mane,
kintu e matr bhram hato thai khatri mane
bhuli waphani reet, na bhuli jari mane,
lyo enan lagnni mali kankotri mane!
sundar na kem hoy, ke sundar prsang chhe,
kankotriman roop chhe, shobha chhe, rang chhe!
kagalno eno rang chhe khilta gulab sam,
jane gulabi ena wadanna jawab sam,
ranginio chhe eman ghani phulchhab sam,
jane ke prem kawyoni koi kitab sam!
janun chhun ena aksharo warshona saththi,
sarnamun marun kidhun chhe khud ena haththi
chhe ene khatri ke hun awun nahin kadi,
mari upar sabhane hasawun nahin kadi,
didhel kaul yaad apawun nahin kadi,
muj hajrithi ene lajawun nahin kadi,
dukha chhe hajar, toy haji e ja tek chhe,
kankotri nathi, aa amasto wiwek chhe!
kankotrithi etalun purwar thay chhe,
nishphal bane chhe prem to wewar thay chhe
jyare ughaDi rite na kani pyar thay chhe,
tyare prsang joi sadachar thay chhe
gambhir chhe aa wat koi mashkri nathi,
takdiranun lakhan chhe, kankotri nathi!
kagalno ek katko chhe jowaman em to,
bharpur chhe e premni bhashaman em to,
sundar, salang ramya chhe shobhaman em to,
chhe phulsam e halko liphaphaman em to,
komal wadanman ena, bhale chhe hajar roop,
mara jiwan upar to barabar chhe bharrup!
ene bhalene premthi joya nahin karun,
wachan karine dil mahin chira nahin karun,
sanyamman hun rahish, balapa nahin karun,
aweshman e ‘phulna katka nahin karun
a akhri ijan chhe hridayni salam daun,
‘lilana prem patroman ene mukam daun
‘asim’! hwe e wat gai, rang pan gayo,
tapi tate thato je hato sang pan gayo,
ankhoni chheDchhaD gai wyang pan gayo,
melapni e reet gai Dhang pan gayo
hun dilni lagnithi haji pan satej chhun,
e paraki bani jashe, hun eno e ja chhun!
mari e kalpana hati, wisri mane,
kintu e matr bhram hato thai khatri mane
bhuli waphani reet, na bhuli jari mane,
lyo enan lagnni mali kankotri mane!
sundar na kem hoy, ke sundar prsang chhe,
kankotriman roop chhe, shobha chhe, rang chhe!
kagalno eno rang chhe khilta gulab sam,
jane gulabi ena wadanna jawab sam,
ranginio chhe eman ghani phulchhab sam,
jane ke prem kawyoni koi kitab sam!
janun chhun ena aksharo warshona saththi,
sarnamun marun kidhun chhe khud ena haththi
chhe ene khatri ke hun awun nahin kadi,
mari upar sabhane hasawun nahin kadi,
didhel kaul yaad apawun nahin kadi,
muj hajrithi ene lajawun nahin kadi,
dukha chhe hajar, toy haji e ja tek chhe,
kankotri nathi, aa amasto wiwek chhe!
kankotrithi etalun purwar thay chhe,
nishphal bane chhe prem to wewar thay chhe
jyare ughaDi rite na kani pyar thay chhe,
tyare prsang joi sadachar thay chhe
gambhir chhe aa wat koi mashkri nathi,
takdiranun lakhan chhe, kankotri nathi!
kagalno ek katko chhe jowaman em to,
bharpur chhe e premni bhashaman em to,
sundar, salang ramya chhe shobhaman em to,
chhe phulsam e halko liphaphaman em to,
komal wadanman ena, bhale chhe hajar roop,
mara jiwan upar to barabar chhe bharrup!
ene bhalene premthi joya nahin karun,
wachan karine dil mahin chira nahin karun,
sanyamman hun rahish, balapa nahin karun,
aweshman e ‘phulna katka nahin karun
a akhri ijan chhe hridayni salam daun,
‘lilana prem patroman ene mukam daun
‘asim’! hwe e wat gai, rang pan gayo,
tapi tate thato je hato sang pan gayo,
ankhoni chheDchhaD gai wyang pan gayo,
melapni e reet gai Dhang pan gayo
hun dilni lagnithi haji pan satej chhun,
e paraki bani jashe, hun eno e ja chhun!
સ્રોત
- પુસ્તક : ‘આસીમ’ રાંદેરીની ચૂંટેલી ગઝલો ‘લીલાયન’ (પૃષ્ઠ ક્રમાંક 90)
- સંપાદક : હરજીવન દાફડા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2022