રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રેમ બહુ સીધીસાદી વસ્તુ છે,
એ તો સૌજન્ય છે તમારું કે,
એને રૂપક હજાર આપો છો;
એક કળીને સજાવવા માટે
સો ચમન સો બહાર આપો છો.
પ્રેમ બહુ સીધીસાદી વસ્તુ છે.
એ જરૂરી નથી સિકંદર હો,
એ તો સૌના હૃદયમાં ઘર કરશે,
સૂના ખંડેર હો કે ઊંચા મહેલ,
એ તો સંકોચ વિણ કદમ ધરશે.
પ્રેમ બહુ સીધીસાદી વસ્તુ છે.
કોઈ બાળકને નામના માટે,
જેમ સદ્કાર્યની જરૂર નથી,
પ્રેમ જન્મે કવિ છે એને તો,
કોઈ અભ્યાસની જરૂર નથી.
પ્રેમ બહુ સીધીસાદી વસ્તુ છે.
એ જ સ્મિતો છે એ જ છે આંસુ,
એની ઊર્મિનં સાજ એક જ છે,
એને વસ્તી મળે કે નિર્જનતા,
એના રસ્મોરિવાજ એક જ છે.
એની પાસેથી તારલા લઈ લો,
એને ખોટું જરાય નહીં લાગે,
રંગ એના બધાય લૂંટી લો,
જુલમ જેવું જરાય નહીં લાગે,
પ્રેમ બહુ સીધીસાદી વસ્તુ છે.
એ તો સૌજન્ય છે તમારું કે
એને રૂપક હજાર આપો છો.
એક કળીને સજાવવા માટે
સો ચમન સો બહાર આપો છો.
સ્રોત
- પુસ્તક : ઝુમ્મર (પૃષ્ઠ ક્રમાંક 240)
- સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2010