pankhar - Nazms | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,

નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

વિલુપ્ત ગુંજનો થતાં રહ્યા પ્રસન્ન રાગના,

લહર ગઈ સમેટી શ્વાસ, મ્હેકતા પરાગના;

છેલ્લું કિરણ જતાં સુધી બસ ઉજાસ છે,

નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

હવે બિડાય લોચનો રહેલ નિર્નિમેષ જે,

રાત અંધકારથી રંગમંચને સજે,

હૃદયમાં ભાર-ભાર છે, અધર પે પ્યાસ-પ્યાસ છે,

નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 257)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4